Sat. Nov 23rd, 2024

સાઉથ આફ્રિકા સામે નામોશીભરી હાર પછી કેપ્ટન કે.એલ. રાહુલે શું કહ્યું

pipanews.com

સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની શરમજનક હાર થઇ છે. ટેસ્ટ સીરિઝ ગુમાવ્યા પછી વન-ડેમાં પણ ભારતની હાર થઇ છે.વન-ડેની 3 મેચની તમામ મેચમાં ભારતે ગુમાવી છે  સાઉથ આફ્રીકાએ ક્લીન સ્વીપ મેળવી છે. 3 વન-ડેની સીરિઝમાં આમ તો  કેપ્ટન તરીકેની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી હતી, પરંતુ રોહિત ઇજાગ્રસ્ત હોવાને કારણે કે એલ રાહુલને જવાબદારી સોંપવામાં આવી હતી. પણ કે એલ રાહુલની  કેપ્ટન તરીકેની શરૂઆત સારી ન રહી. વન-ડેમાં ભારતના સુપડાં સાફ થઇ ગયા અને એક શરમજનક રેકર્ડ કે એલ રાહુલના નામે નોંધાઇ ગયો, જે આજ સુધી કોઇ પણ ભારતીય કેપ્ટને નોંધાવ્યો નથી.

કેપ્ટન તરીકે શરૂઆતના ત્રણેય મુકાબલા હારી જનાર  કેપ્ટન રાહુલ પહેલો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલાં શરૂઆતની વન-ડે મેચમાં બે મેચ હારીને રાહુલ, અજિત વાડેકર, દિલિપ વેંગસરકર, શ્રીકાંત અને મોહમંદ અઝહરુદ્દીનની બરોબર હતો, પરંતુ ત્રણેય મેચ હારીને રાહુલ આ ચારેય કેપ્ટનથી એક પગલું આગળ નિકળી ગયો.

વન –ડેમાં શરમજનક હાર પછી રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ટીમે ટુકડામાં સારું પ્રદર્શન  કર્યું, પરંતુ એક ટીમ તરીકે લાંબા સમય સુધી દબાવ બનાવી શક્યા નહી.

કે.એલ. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દીપક ચહેરે અમને ગેમ જીતવાની સાચી તક આપી, ખાસ્સો રોચક મુકાબલો રહ્યો, પરંતુ  અમને હાર મળી. રાહુલે કહ્યું કે અમે અમારી જાતને એક વાસ્તવિક તક આપી, જેમાંથી આપણે શીખી શકીએ અને કઇંક વધુ સારું થઇ શકે. એ વાત સ્પષ્ટ છે કે અમારી ક્યાંક ભૂલ થઇ, પણ હું તેનાથી ભાગતો નથી. અનેક પ્રસંગોએ અમારી શોટ પંસદગી નબળી રહી હતી.

રાહુલે આગળ કહ્યુ કે બોલિંગ પણ અમે સાચી દિશામાં ન કરી શક્યા. ખેલાડીઓના ઝુનૂન અને તેમના પ્રયાસ માટે દોષ આપી શકાય નહી. સ્કિલ અને સ્થિતિને સમજવામાં કોઇક કોઇક વાર થાપ ખાઇ જવાતી હોય છે. પરંતુ એવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારી ટીમમાં કેટલાંક ખેલાડીઓ નવા છે.

રાહુલે કહ્યું કે, અમે વન-ડે સીરિઝમાં આવી અનેક વખત ભૂલો કરી છે. આ અમારી વર્લ્ડ કપની સફરની શરૂઆત છે. અમે સાઉથ આફ્રીકાથી દેશ પરત જઇને ખેલાડીઓ સાથે કડક વાત કરીશું.

Related Post

Verified by MonsterInsights