Sat. Dec 21st, 2024

ભારત-પાક વચ્ચેની હાઈપ્રોફાઈલ T20 મેચ પર લાગ્યો 1000 કરોડનો સટ્ટો

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં  હાઈ પ્રોફાઈલ મુકાબલા માટે અત્યાર સુધીમાં 1000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચુકયો હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે.

ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર છે ત્યારે એવુ કહેવાઈ રહ્યુ છે કે, સટ્ટા બજારમાં આ મેચ જીતવા માટે ભારત ફેવરિટ છે. અત્યાર સુધીમાં 1000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચુકયો છે અને મેચ માટે ટોસ ઉછળશે ત્યાં સુધીમાં આ આંકડો 2000 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

એવુ કહેવાય છે કે, દેશભરના મોટા બૂકીઓ હાલમાં દુબઈમાં છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં દુબાઈના એક બૂકીને ટાંકીને કહેવાયુ છે કે, ઓનલાઈન બેટિંગ સાઈટ થકી દેશના તમામ નાના મોટા સટોડિયાઓએ કરોડો રૂપિયાનો સટ્ટો મેચ પર લગાવ્યો છે. આ વેબસાઈટ ભારત બહારથી ઓપરેટ થઈ રહી છે અને તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે.

બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના મોટા અધિકારીઓ પણ દુબઈ અને અબુધાબીમાં પહોંચીને નજર રાખી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, દરેક હિલચાલ પર અમારી નજર છે અને તેમાં પ્લેયરોની સુરક્ષાનો મુદ્દો પણ સામેલ છે.

Related Post

Verified by MonsterInsights