વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ અત્યારે આકાશ ચોપરા પર ગુસ્સે થઈ ગયો છે. પોલાર્ડે આકાશ ચોપરા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે ક્રિકેટ સંબંધિત મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર પોલાર્ડ પોતાની વાત પર મક્કમ રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. પોલાર્ડે ટ્વીટ ડિલિટ કરે ત્યાં સુધીમાં આ વાત ઘણી વાઈરલ થઈ ગઈ હતી. હવે તેના ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આઈપીએલના ઈતિહાસમાં MI પહેલી એવી ટીમ બની ગઈ છે જે એક સિઝનની પહેલી 8 મેચ હારી ગઈ છે. કિરોન પોલાર્ડને મુંબઈની ટીમે ત્યાં સુધી તક આપી હતી જ્યાં સુધી MIની ટીમ સ્પર્ધામાંથી સંપૂર્ણપણે બહાર ન થઈ ગઈ. તેવામાં ખરાબ પ્રદર્શનના કારણે IPL 2022ના અંતે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.