Sun. Dec 22nd, 2024

નેપાળની મહિલા ક્રિકેટ ટીમ માત્ર ૮ રનમાં જ ઓલઆઉટ

અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચમાં યુએઈ સામે નેપાળની મહિલા ક્રિકેટ ટીમ માત્ર ૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે યુએઈની ટીમે માત્ર સાત જ બોલમાં વિના વિકેટે જીત હાંસલ કરી હતી.

ટી-૨૦ મેચમાં માત્ર ૯.૨ ઓવરમાં જ પુરી થઈ ગઈ હતી. મલેશિયાના બાંગીમાં રમાયેલી મહિલા ટી-૨૦માં નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૮.૧ ઓવરમાં ૮ રનમાં ઓલઆઉટ થયું હતુ. નેપાળ તરફથી સૌથી વધુ ૩ રન સૃષ્ટી જૈસીએ નોંધાવ્યા હતા.

જ્યારે ૧૧માં ક્રમની બેટ્ટર મનીષા રાણા ૬ બોલમાં બે રને નોટઆઉટ હતી. આ ઉપરાંત ત્રણ બેટ્ટરે ૧-૧ રન કર્યો હતો. યુએઈ તરફથી માહિકા ગૌરે ૪ ઓવરમાં બે મેડન સાથે બે રન આપતાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈન્ધુજા નંદાકુમારને ૬ રનમાં ત્રણ વિકેટ મળી હતી. જવાબમાં તીર્થા સતીષે ૪ બોલમાં ૪ અને લાવણ્યા કેનીએ ૪ બોલમાં ૩ રન કરતાં યુએઈએ ૧.૧ ઓવરમાં વિના વિકેટે ૯ રન કરીને મેચ જીતી લીધી હતી.

Related Post

Verified by MonsterInsights