Sun. Dec 22nd, 2024

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચની સિરીઝ, 9 જૂનથી શરૂ થશે મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચની સિરીઝ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે. તેવામાં રોહિત, વિરાટ અને બુમરાહની ગેરહાજરીમાં યુવા ટીમ મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે હિટમેન અને કોહલી વિના ભારતીય ટીમ 13 વર્ષ પછી ઘરેલૂ મેદાનમાં કોઈ T20 મેચ રમવા ઉતરી રહી છે.

છેલ્લી વાર 12 ડિસેમ્બર 2009ના દિવસે આમ થયું હતું. ત્યારે ધોની કેપ્ટન હતો અને તે સમયે ગંભીર, સહેવાગ, યુવરાજ જેવા ખેલાડી ટીમમાં સામેલ હતા. આ સમયે ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલી મેચ 6 વિકેટથી જીતી ગઈ હતી. ત્યારે સહેવાગે 64, યુવરાજે 60 અને ધોનીએ 46 રન કર્યા હતા.

ત્યારપછી ઈન્ડિયન ટીમે 58 T20 મેચ ઘરેલૂ મેદાનમાં રમી છે. જેમાંથી 19માં હારનો સામનો કર્યો છે. આ દરમિયાન વિરાટ અને રોહિતમાંથી કોઈ એક હંમેશા ટીમની પ્લેઇંગ-11માં હાજર રહ્યું છે. તો બીજી બાજુ 2009માં રમાયેલી મેચનો એક ખેલાડી એટલે કે દિનેશ કાર્તિક અત્યારની ટીમમાં પણ સામેલ છે. તેને ફરીથી પ્લેઇંગ-11માં તક મળી શકે છે.

 

Related Post

Verified by MonsterInsights