T20 સિરીઝમાં ભારતે શાનદાર કમબેક કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં ઈન્ડિયન ટીમનું આક્રમક પ્રદર્શન રહ્યું હતું.
બેટિંગ ડિપાર્ટમેન્ટ બાદ બોલિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાનો પરચો બતાવી સિરીઝ ડિસાઈડર મેચ જીતી લીધી હતી. બીજી બાજુ દ.આફ્રિકાના બેટર આ મેચમાં કંઈ ખાસ કરી ન શક્યા અને મિલર અને ડૂસેન સહિત કુલ 6 ખેલાડી સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
અત્યારસુધી રમાયેલી 3 મેચની સિરીઝમાં ભારતે સતત 3 ટોસ હાર્યા હતા. જોકે પહેલી 2 મેચ ગુમાવ્યા પછી આ મેચ પંત એન્ડ ટીમ માટે કરો અથવા મરો સમાન રહી હતી.
જેમાં ભારતીય ટીમ અલગ ગેમ પ્લાન સાથે પહેલા બોલથી જ આકરા પ્રહારો કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ઋતુરાજ અને ઈશાન કિશને 60 બોલમાં 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી ટીમને મજબૂત ટોટલ સુધી પહોંચાડવાનો પાયો નાંખી દીધો હતો.