ગુજરાતના હાર્દિક પંડ્યાએ તેના કપ્તાન તરીકેના ડેબ્યુમાં જ આયરલેન્ડની ટીમને 7 વિકેટથી માત આપીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ સારી બોલિંગ અને બેટિંગ કરી હતી.
આપને જણાવી દઈએ કે, કપ્તાન બનીને ને આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. આ જીત એક ડેબ્યુ કપ્તાન તરીકે ઐતિહાસિક જીત ગણવામાં આવી રહી છે. એમને એક એવો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે જે આજ સુધી મહેન્દ્ર સિંહ ધોની કે વિરાટ કોહલી પણ નથી કરી શક્યા.
આયરલેન્ડ સામે ટોસ જીતીને હાર્દિક પંડ્યાએ સૌપ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મેચમાં બીજી ઓવર હાર્દિક પંડ્યાએ નાખી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પોતાની ઓવરમાં 13 રન સામેની ટીમને આપ્યા હતા પણ આયરલેન્ડના સૌથી ખતરનાક ખેલાડી પોલ સ્ટર્લિંગને આઉટ કરીને આયરલેન્ડની ટીમને કમજોર કરી દીધી હતી. આ સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી વિકેટ લેવાવાળા આ પહેલા ભારતીય કેપ્ટન બન્યા હતા.