Sun. Dec 22nd, 2024

DAHOD-ફતેપુરા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં 78.10 ટકા સાથે મતદાન સંપન્ન.

ફતેપુરા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં 78.10 ટકા સાથે મતદાન સંપન્ન.
આજે તારીખ 19 ડિસેમ્બર 2021 ના રોજ ફતેપુરાની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 78.10 ટકા મતદાન થયું.
વિગતવાર વાત કરીએ તો ફતેપુરા તાલુકાની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ જેમાં 32 ગ્રામ પંચાયતોમાં 38129 પુરુષ મતદારો 38245 સ્ત્રી મતદારો મળી કુલ 76374 મતદારો નોંધાયેલા છે.
જેમા આજે મતદાન કરેલા મતદારોની સંખ્યામાં જોઈએ તો પુરુષ મતદારો 30079 સ્ત્રી મતદારો 29566 એમ કુલ 59645 મતદારોએ મતદાન કર્યુ.
ટકાવારી ની વાત કરીએ તો પુરૂષ મતદારો 78.89 અને સ્ત્રી મદારો 77.31 મતદાન કર્યુ. સંપૂર્ણ મતદાન ની વાત કરીએ તો 78.10 ટકા મતદાન થયું.
આમ આજે ફતેપુરા તાલુકા ની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 78.10 ટકા મતદાન થયું

Related Post

Verified by MonsterInsights