20/01/2022, ના રોજબપોરે 12થી 2કલાકે આઇ ટી આઇ ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા ભાજપ સંગઠનની બેઠક મળી. આ બેઠકમાંઆગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો તથા પેજ સમિતી,બુથ સમીતી, મન કી બાત વગેરે ના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 તારીખે પેજ સમિતી સાથે સંવાદ કરવાના હોય તે અંગે પણ આયોજન ની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ 30 તારીખે મહિના ના છેલા રવિવારે મન કી બાત કાર્યક્રમ દરેક બુથ મા થવાના છે. જેના આયોજન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ગૂજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ,સંગઠન મહામંત્રી રત્નાકરજી ની સુચના મૂજબ આજે ગુજરાત ભાજના ના તમામ મંડલની બેઠકો એક સાથે એક સમયે કરવામાં આવી હતી. આ બેઠક મા પ્રદેશ ભાજપ એસટી મોર્ચા ઉપપ્રમુખ ડૉ.અશ્વિનભાઇ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસીંગભાઈ,ફતેપુરા મંડલ પ્રમુખ રામાભાઇ,મહામંત્રી ભગોરાભાઈ.મોહીતભાઇ.પંકજભાઇ પંચાલ અને મંડલ ના મોર્ચા પ્રમુખો હાજર રહ્યા.