ટીમ ઇન્ડીયા ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફેન્સને સોશિયલ મીડિયા પર મસ્તી કરવાની પુરી તક આપતો રહે છે. અવનવી તસ્વીરો અને વિડીયો પણ જાડેજા શેર કરતો રહે છે. હવે જાડેજા એ એમએસ ધોની સાથે ની એક જૂની પુરાણી તસ્વીર શેર કરી છે.
જાડેજા ટીમ ઇન્ડીયા સાથે ક્વોરન્ટાઇ હેઠળ
ધોની અને જાડેજા એ IPL 2021 સ્થગિત થવા પહેલા રમાયેલી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જાડેજા હાલમાં ટીમ ઇન્ડીયા સાથે ક્વોરન્ટાઇ હેઠળ છે. ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. ઇંગ્લેંડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ રમાનારી છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.
ક્રિકેટમાં ધોની અને જાડેજા સારા દોસ્ત હોવાનુ માનવામાં આવે છે. બંને વચ્ચેનુ ટ્યુનીંગ જબરદસ્ત જોવા મળતુ હોય છે. IPL માં પણ બંને જણા એક જ ટીમ વતીથી રમી રહ્યા છે. એટલે કે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન ધોની અને જાડેજા સાથે સાથે જ છે. જાડેજા એ જૂની તસ્વીરને શેર કરતા લખ્યુ હતુ કે, ‘વિચારો તમારી કેપ્શન’.
આ તસ્વીર ઇંગ્લેંડ પ્રવાસ દરમિયાનની છે કે જેમાં ધોની એકદમ ફની લુકમાં નજર આવી રહ્યો છે. જાડેજા એ શેર કરેલી આ તસ્વીર પર ફેન્સ પણ ખૂબ જ મસ્ત કોમેન્ટ કરી રહ્યા છે.
જ્યારે જાડેજા એ જ કહી દીધુ હોય તો પછી ફેન્સ એ તો બાકી જ ક્યાં રાખવાનુ હોય. ફેન્સ પણ મસ્ત મસ્ત કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો. કારણ કે એક જ ફ્રેમમાં ફેન્સને બે શાનદાર ખેલાડીઓની તસ્વીરને કોમેન્ટ કરવાની હતી. તો કેટલાક ખેલાડીઓએ તો મીમ્સ પણ શેર કર્યા હતા. જેમાં કેટલાકે ધોનીનાં ફની લુક પર મજા લીધી હતી.