અમદાવાદથી દ્વારકા જતા પરિવારની બસને ચોટીલા પાસે નડયો અકસ્માત,ર0 લોકો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગરના અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે ગત રાત્રે ચોટીલા પંથકમાં અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર સર્જાયો જવા પામ્યો છે જ્યારે આ અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે જ્યારે તેમને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા […]

સુરત : મિલેનિયમ-2 માર્કેટમાં લાગી ભીષણ આગ

સુરતના કમેલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ-2 માર્કેટમાં એક દુકાન આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જોકે આગ ફેલાતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ત્યાં 9 ફાયર સ્ટેશનની 16 ગાડીઓ ઘટનાસ્થળે જઈને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કમેલા દરવાજાના ભાઠેના ફલાય ઓવર બ્રિજ પાસે આવેલ મિલેનિયમ-2 […]

અરવલ્લી : વીજ વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવવા જતા યુવકનું મોત

માલપુરમાં વીજ થાંભલામાં ફસાયેલ કબૂતરને બચાવવા જતા યુવકનું મોત નીપજ્યું છે. વીજ તારમાં ફસાયેલ પક્ષીને બચાવવા જતા જીવદયા ઇલેક્ટ્રિક કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવક કબૂતરનો જીવ બચાવવા થાંભલા પર ચડ્યો ત્યારે લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા, જેને કારણે આખી દુર્ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ […]

અમદાવાદની GCS હોસ્પિટલ પાસે ચામુંડા બ્રિજ BRTS કોરિડોરમાં થયો ટ્રિપલ અકસ્માત

અમદાવાદના ચામુંડા બ્રિજ પાસે આવેલ BRTS કોરિડોરમાં એક ગંભિર કસ્માત થયાનો ગ્રાઉન્ડ રીપોર્ટિંગ વિડિયોની લિંક પર જુઓ   અકસ્માતમાં એક AMC કોર્પોરેશનો ડમ્પરે બાઈક સવારનો ભોગ લીધો છે. બાઈક સવાર એક હોસ્પિટલના ડોક્ટર છે. ડમ્પરે બાઈકને કચડી નખી છે. તે ઉપરાંત એક ટેમ્પાને પણ પોતાની અડફેટમાં લઈ ગંભીર ટ્રીપલ અકસ્માત સર્જ્યો છે. ઘટના સ્થળે પોલીસ […]

અમદાવાદના પ્રહલાદનગરમાં ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત ,બાઈકચાલક ઘાયલ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ રાહુલ ટાવરના ચાર રસ્તા પાસે એક ખાનગી બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ બસ સ્ટાફના પિક અફ ડ્રોપ માટે ઉપયોગમાં લેવાઈ રહી હતી. વહેલી સવારે આ રસ્તા પરથી પતિ પત્ની સહિત અન્ય જણ એક બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્પીડમા હંકારી રહેલા ખાનગી બસના ડ્રાઈવેર બાઈકને અડફેટે લઈને […]

વડોદરામાં મેમુ ટ્રેનના ડબ્બામાં લાગી ભીષણ આગ, 3 ડબ્બા બળીને ખાખ

વડોદરામાં ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મેમુ ટ્રનેના ત્રણ ડબ્બામાં લાગેવીલ વિકરાળ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગી છે. આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, ફાયરવિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ ટ્રેનને રાતે નવાયાર્ડ ખાતે મુકવામાં આવી હતી. […]

અમદાવાદના નરોડા વિસ્તારમા આવેલી વેદાંત હોસ્પિટલમાં લાગી આગ

અમદાવાદ, નરોડાની એક કોમર્શીલ સંકુલમાં આવેલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગી હતી. તાત્કાલિક ચાર જેટલા કોવિડ દર્દીઓને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે – શહેરના નરોડા વિસ્તારના કેપિટલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી વેદાંત હોસ્પિટલમાં કોવિડ -19ના કુલ 12 દર્દીઓની […]

રાજકોટ: મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી, લાખોનો સામાન બળીને ખાખ

રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગને કારણે વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયું હતું, જોકે આગ પર કાબૂ મેળવે એ પહેલાં લાખનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગ લાગતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. આગ […]

ભરૂચમાં કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત,પાંચ લોકોના માર્ગ અકસ્માતમાં મોત,

નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર ST બસમાં લાગી ભીષણ આગ, બસ બળીને ખાખ

વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામ પાસે વડોદરાથી અમદાવાદ મુસાફરોને લઈને જતી ST બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 29 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આગમાં ST બસ બળીને ખાખ થઇ ગઇ હતી. ડ્રાઇવરે સમય સૂચકતા પગલે મુસાફરોનો જીવ બચી ગયો વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી 29 જેટલા […]

Verified by MonsterInsights