ઝાલોદ – તા. 22-06-2024, ઝાલોદ તાલુકામાં આવેલ ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકો અને ભોજન સંચાલકકો દ્વારા અર્ધ-કાચું અને ગુણવત્તા વગરનું ઢોરો ખાય તેવું ભોજન આપાય છે. આ માહિતી શાળાના વાલીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે. તા:૨૨/૬/૨૦૨૪ના શનિવારે બાળકોને આવી ખીચડી અપાવામાં આવી હતી. વધુ જાણવા મળ્યુ છે કે ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ ને કોઈ પૂછતું જ નથી.
દાહોદમાં બાળકોનું સ્વાસ્થય પોષણ રાજ્યમાં સૌથી નીચલા ક્રમે છે. માટે સરકાર બાળકોને પોષણક્ષણ ગુણત્તાસભ ભોજન મળી રહે તે માટે મધ્યાન ભોજન યોજના કાર્યરત છે. દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતમાં મોટા ભાગની શાળાઓમાં સ્ટાફની લાપરવાહી મીલીભગત અને લાપરવાહી હોવાની શંકા છે. તેની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ તેવું વાલીઓ અને સ્વંયસેવી સંસ્થા તથા સામાજીક કાર્યકરતાઓ માંગણી કરી રહ્યા છે.
તેઓનું કેહવું છે કે આવા ખોરાક ખાવાથી બાળકો માંદગીનો ભોગ બની શકે છે. વધુમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તાલુકા કક્ષાએ MDM શાખામાં ભોજન સંચાલક યુનિયન દ્વારા દરેક શાળાઓમાંથી ઉઘરાણું સાથે કરિયાણા, મસાલા, ફ્રૂટ સામાનના ખોટા બિલો મૂકી નાણાં ઉપાડી બારોબાર સગે વાગે કરી ઉચાપતની થાય છે. તેની તપાસ થવી જરૂરી છે.