ચોરાયેલ બાઈકોના નંબર –
(1) GJ 20 AN 5850 – HONDA SHINE
(2) GJ 02 CM 7207 – SPLENDER
ઝાલોદમાં વાહનોની અવાર નવાર ચોરી થવાના ગુન્હા પોલીસ ચોપડે નોંધાતા હોય છે. કોરોના મહામારી દરમિયાન પોલીસ બંદોબસ્ત ચુસ્ત હોય છે. દરેક ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત હોવા છતાં અવારનવાર સોસાયટી તથા ફળીયાઓમાંથી વાહનો ચોરાવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે.
ઝાલોદ નગરની અષ્ટવિનાયક સોસાયટીમાંથી ગઈ તા. 19/5/2021ના સવારના ચાર વાગે મોટરસાયકલ ચોરાઈની ફરીયાદ પોલીસ સ્ટેશન ચોપડે નોંધાઈ છે. બાઈક માલિકો અને ઘટના સ્થળના આડોશ-પાડોશના લોકોથી સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે અષ્ટવિનાયક સોસાયટીમાં રાત્રી દરમ્યાન હોમગાર્ડનો પોઈન્ટ હોય છે. આ હોમગાર્ડ પોઈન્ટ હોવા છતાં ચોરીની ઘટના બની. એક બાઈક GJ 02 CM 7207 ચોરી હોમગાર્ડ પોઈન્ટના પાસેના મકાનમાંથી થઈ છે. તો બીજી બાઈક GJ 20 AN 5850 ની ચોરી હોમગાર્ડ પોઈન્ટના નજદીકની બીજી ગળીમાંથી થઈ છે. જોકે સોસાયટીના નાકે રહતાં માળીના મકાનોમાં CC TV કેમેરા લગાવેલ છે તેમાં ચોરી કરેલ બાઈકો લઈ જતા જણાય છે. આ ઉપરાંત ઝાલોદમાં બસ સ્ટેશન ચાર રસ્તા પાસે પણ CC TV એક્ટીવ છે. ચોરોની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહ હોય તેવું જાણવા મળ્યું છે.
(1) 108 મોબાઈલ સેવામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રૂમાલભાઈ પ્રેમચંદભાઈ ડામોર – ઝાલોદ અષ્ટવિનાયક સોસાયટીમાં મુકેશભાઈ પ્રજાપતિના મકાન પાસેથી હોન્ડા સાઈન GJ 20 AN 5850ની ચોરોએ ચોરી કરી લઈ ગયેલ છે.
(2) ઝાલોદ આઈટીઆઈ ઈન્સટ્રકટર તરીકે ફરજ બજાવતા અને અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ દ્રકાભાઈ પ્રજાપતિ ભાડે રહેતા ઘર આંગણેથી મોટરસાઈકલ GJ 02 CM 7207ની પણ ચોરોએ ચોરી કરી છે.
ઉપરોક્ત બાઈકો જો કોઈને ગામડાઓમાં કે રોડરસ્તા ઉપર ધ્યાને આવે તો આપના નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે. અથવા અમારા જનતા ન્યુઝનો સંપર્ક કરીને માહિતી આપી શકો છો. સંપર્ક નં. 7435828896