રાજકોટના યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું, ‘મેં મારી પત્નીની હત્યા કરી છે, ક્યાં હાજર થાઉં?’

0 minutes, 1 second Read

રાજકોટમાં એક પતિએ પત્નીની હત્યા કરવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. એટલુ જ નહિ, હત્યારા પતિએ બાદમાં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યુ હતું કે, ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.’

પોલીસ કન્ટ્રોલ રૂમ પર શુક્રવારની મધરાતે એક યુવકનો ફોન આવ્યો હતો. જેમાં યુવકે ફોન પર કહ્યુ હતું કે, ‘મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સાથે કન્ટ્રોલ રૂમમાં દોડાદોડ થઈ ગઈ હતી. યુવકે પોલીસને સરનામુ પણ આપ્યુ હતું. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

યુવકે પોલીસને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ વચ્ચે પોલીસને જવાનુ કહ્યુ હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોએસાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ પોલીસની સાથે ગયો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાનો લાશ પોલીસને બતાવી હતી.

પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી. યુવકનું નામ શૈલેષ ભૂપતભાઈ પંચાસરા (ઉમર 25 વર્ષ) હોવાનું સામે આવ્યુ હતું. જેને કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. શૈલેષ પંચાસરા ડ્રાઈવિંગનુ કામ કરે છે. તેણે પાંચ વર્ષ પહેલા નેહા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે. લગ્ન બાદ નેહાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ અવારનવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા. આખરે શુક્રવારની રાત્રે મનહરપુરાના ઘરે તેણે પત્ની નેહાના પેટમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે પતિ શૈલેષ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights