Mon. Dec 23rd, 2024

ગુજરાતનું ગૌરવ / માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા બની બેકસ્ટ્રોક સ્વિમર

ગુજરાતની 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આશ્ચર્યની વાત તો એ છે કે માના પટેલ અમદાવાદની છે અને જાપાન ઓલિમ્પિક્સમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલે આ અગાઉ 2015 ની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. માના પટેલે અત્યાર સુધીમાં એક ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ જીત્યા છે.

ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તરે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. મના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા બની છે. આ સિવાય આ રમતમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારો તે માત્ર ત્રીજી ભારતીય છે. ભારતીય રમત પ્રધાન કિરણ રિજીજુએ પણ ટ્વિટ કરીને માના પટેલની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

રિજિજુએ ટ્વિટ કર્યું, “બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની છે. જેણે ટોક્યો 2020 માટે ક્વોલિફાય કર્યું છે. યુનિવર્સિલિટી કોટાની હેઠળ ક્વોલિફાય કરનાર માનાને હું અભિનંદન આપું છું. વેલ્ડન… ‘

Related Post

Verified by MonsterInsights