ટોકિયો ઓલિમ્પિકમાં હોકીના મોરચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે.ભારતને ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં 7-1થી કારમી હાર આપ્યા બાદ ભારતીય હોકી ટીમે ફરી શાનદાર વાપસી કરીને પુલ એની મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યુ છે. આ સાથે જ ભારત પોતાના ગ્રૂપમાં બીજા સ્થાને આવી ગયુ છે. ભારતની ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ છે. આ ગ્રૂપમાં ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરશે.
આજની મેચમાં ભારત તરફથી રૂપિન્દરપાલ સિંહે બે અને સિમરનજિત સિંહે એક ગોલ ફટકાર્યો હતો. ભારતનો આગળનો મુકાબલો ચેમ્પિયન આર્જેન્ટિના સામે છે. હોકીમાં ભારતીય ટીમે ત્રણમાંથી બે મેચ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશની આશા જગાડી છે.