સાલાસર જીલ્લાના પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોલાસર ગામમાં બુધવારે બપોરે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા બાળકને એટલો ઢોર માર માર્યો કે બાળકનું મૃત્યુ થયું હતચું. 13 વર્ષનો બાળક હોમવર્ક ન લાવતા શિક્ષકે આવી સજા આપી, જે હદય કંપાવી દે તેવી છે.
શિક્ષકે તેને જમીન પર પછાડી પછાડીને એટલો માર માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું બાળક બેભાન થઈ ગયો. જયારે બાળક ભાનમાં ન આવ્યો તો આરોપી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયો જયાં ડોકટરોએ તે મૃત્યુ પામ્યો હોવાનુંજાહેર કર્યુ હતું. કોલાસર ગામના રહેવાસી 13 વર્ષનો ગણેશ ધોરણ 1થી આ ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો.
ગણેશ 15 દિવસ પહેલા પણ ટીચર અંગે ફરીયાદ કરી હતી અને કહ્યું હતું કે ટીચર મનોજ કારણ વગર મને મારે છે. આ શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની જ છે. હાલ શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. તથા શાળાની માન્યતા પણ રદ્દ કરવામાં આવી છે.