સેલ્ફી વેચીને શું કરોડપતિ બની શકાય છે? એક વખત આપણે એમ વિચારીએ તો હેરાની થઈ શકે છે અને માનવામાં પણ કોઇને નહીં આવે પરંતુ એ હકીકત છે. આ 22 વર્ષીય છોકરાએ સેલ્ફી વેચીને 733,500 ડૉલર (7 કરોડ રૂપિયાથી વધારા)ની કમાણી કરી છે. ડેઇલી સ્ટારના રિપોર્ટમાં ઇન્ડોનેશિયાના રહેવાસી આ છોકરાની સક્સેસ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી છે. હવે આ બધુ કઈ રીતે થયું, કઈ રીતે સેલ્ફીથી આ છોકરો કરોડપતિ બની ગયો છે? ચાલો તો આ આર્ટિકલમાં અમે તમને આ છોકરાની સક્સેસ સ્ટોરી જણાવીએ.
આ 22 વર્ષીય છોકરાની ઓળખ સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલીના રૂપમાં થઈ છે. તે કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. સુલ્તા સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલીએ પોતાની 18 વર્ષની ઉંમરને 1000 સેલ્ફી લીધી. તેણે આ સેલ્ફીનો એક વીડિયો પ્રોજેક્ટ ‘ગોજાલી એવરીડે’ નામથી બનાવ્યો છે. શરૂઆતમાં તેણે આ વીડિયો પ્રોજેક્ટને એમ વિચારીને બનાવ્યો હતો કે આ લોકોને ફની લાગશે પરંતુ તેનો આ પ્રોજેક્ટ અને ફીચર્સ NFTએ ખરીદી લીધા. NFT ડિજિટલ આઇટમ છે જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરીદવા અને વેચવામાં આવે છે.
NFTકલેક્ટર્સે સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલીની આ તસવીરો ખરીદી લીધી છે. સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલીએ પોતાની સેલ્ફી ક્રિપ્ટોકરન્સી માટે NFTની હરાજી સાઇટ OpenSea પર વેચી હતી. સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલી કહે છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ મારી સેલ્ફી ખરીદશે. તેની કિંમત ત્યારે માત્ર 3 હજાર ડૉલર રાખવામાં આવી હતી પરંતુ જ્યારે એક સેલિબ્રિટી શેફે જ્યારે તેને ખરીદી અને તેનું પ્રમોશન સોશિયલ મીડિયા પર કર્યું તો 400થી વધુ લોકોએ તેના પર પિક્ચર્સ ખરીદી દીધા. સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલી અત્યાર સુધી કરોડો રૂપિયા કમાઈ ચૂક્યો છે પરંતુ તેણે આ વાતની જાણકારી પરિવારજનોને આપી નથી.
સુલ્તાન ગુસ્તાફ અલ ગોજાલીના ટ્વીટર પર માત્ર 40 હજાર ફોલોઅર્સ છે પરંતુ જ્યારે પણ હરાજી થવાની હોય છે તો તે તેના અપડેટ સતત શેર કરતો રહે છે. હાલમાં જ આ 22 વર્ષના વિદ્યાર્થી ઇનકમ ટેક્સ પણ ભર્યો છે. Non Fungible Token (NFT) સૌથી પહેલા વર્ષ 2014મા લોકોની નજરમાં આવ્યા હતા. NFT એક અલગ પ્રકારના અપરિવર્તનીય ડેટા છે જે હકીકતમાં પણ દેખાય છે. તેમાં લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ઓરિજનલ કોપી ડિજિટલ આર્ટની ખરીદી વેચાણ કરે છે. દરેક ડિજિટલ આર્ટનો એક યુનિક કોડ હોય છે.