Mon. Dec 23rd, 2024

900 રૂપિયા માટે હેવાન બન્યો પુત્ર, પિતાને ઉતારી દીધા મોતને ઘાટ

ndtv.com

મહારાષ્ટ્રના પાલઘરમાં સંબંધોને તાર-તાર કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં 1 ફેબ્રુઆરીના રોજ એક 35 વર્ષીય યુવકે પિતાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકે પોતાના પિતા પાસે પૈસા માગ્યા હતા. જ્યારે તેના પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી તો ગુસ્સામાં આવીને યુવકે તેમની હત્યા કરી દીધી. ઘટના જાહર વિસ્તારના રંજનપાડાની છે. પોલીસના જણાવ્યા મુજબ, જાનૂ માલી (ઉંમર 70 વર્ષ)ને દર મહિને સરકારી સ્કીમ હેઠળ કેટલાક પૈસા મળે છે.

તેણે 900 રૂપિયા કોઈક કામ માટે બેંક અકાઉન્ટમાંથી કાઢ્યા હતા. ત્યારબાદ તેનો પુત્ર રવીન્દ્ર માલી તેની પાસે એ પૈસા માગવા લાગ્યો પરંતુ, જાનૂએ એ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આરોપીને એ વાત પસંદ ન આવી અને તેણે તેમને ઢોર માર માર્યો. માર મારવાના કારણે જાનૂને ખૂબ જ ગંભીર ઇજા થઈ ત્યારબાદ તેમને મખડા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેની નાજુક હાલતને જોતા નાસિકની હૉસ્પિટલમાં રેફર કરી દીધો પરંતુ, રવીન્દ્ર તેને નાસિક લઈ જવાની જગ્યાએ ઘરે લઈ ગયો અને ત્યારબાદ આગામી દિવસે જ તેનું મોત થઈ ગયું.

પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસમાં નોંધાવી. પોલીસે ફરિયાદના આધાર પર આરોપી રવીન્દ્રની ધરપકડ કરીને તેના પર કલમ 302 હેઠળ કેસ દાખલ કરી લીધો છે. મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું. પોલીસ દ્વારા આગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા ઝારખંડના ગોડ્ડાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી હતી. અહીં જમીન વહેંચણીથી નાખુશ એક પુત્રએ ધારદાર હથિયારથી પોતાના જ પિતાની ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

70 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. કહેવામાં આવે છે કે, પિતાએ પોતાના નાના પુત્રને લગભગ 14 વીંઘા જમીન આપી હતી પરંતુ મોટા પુત્રને માત્ર એક વીંઘા જ જમીન આપી હતી. મોટો પુત્ર પોતાના હિસ્સાની માગણી કરતો હતો. આરોપી પુત્રએ જણાવ્યું કે, 31 ડિસેમ્બરની રાતે જ્યારે બધા લોકો સૂઈ ગયા હતા તો તેણે ધારદાર હથિયાર વડે પોતાના પિતાનું ગળું કાપીને હત્યા કરી દીધી અને પછી ચૂપચાપ આવીને સૂઈ ગયો.

Related Post

Verified by MonsterInsights