આજે તારીખ 8 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પોલીસ સ્ટેશન રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રતિમાની સાફ-સફાઈ કરી તેમ જ ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ મોહિતભાઈ ડામોર તેમજ યુવક બોર્ડ ના ફતેપુરા તાલુકાના સંયોજક પ્રવીણભાઈ બરજોડ ફતેપુરા ના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ ઉપસરપંચ મનોજભાઇ કલાલ કાળીયા વલુન્ડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ફારૂકભાઇ ગુડાલા સહિત ભારતીય જનતા યુવા મોરચાના ફતેપુરા તાલુકાના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા