દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ ,ઝોન મહામંત્રી અને જિલ્લા પ્રભારી ઓ સાથે પરામર્શ થયા મુજબ દાહોદ જિલ્લા ભારતીય જનતાપાર્ટી ના વિવિધ સેલના જિલ્લાના સંયોજક અને સહસંયોજક ની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ જિલ્લાના વ્યવસાયિક સેલના સંયોજક તરીકે દેવીદાસ ભાઈ જયરામદાસ ખત્રી તેમજ જિલ્લાના સહ સંયોજક તરીકે ફતેપુરા ના પંકજકુમાર મણીલાલ પંચાલ ની નિમણૂક કરવામાં આવી છે.