આજે તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કાળીયા વલુંડા માં આવેલ તાલુકા કન્યાશાળામાં ઉત્સાહભેર ૭૫માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા ધ્વજારોહણ કરીને વંદન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર કાળીયા વલુંડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂકભાઇ ગુડાલા તાલુકા કન્યાશાળાના તમામ શિક્ષક ગણ તેમજ એસએમસી ના તમામ સભ્યો અને શાળામાં ભણતી કન્યાઓને વાલીઓ અને શાળાની બાલિકાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા