Mon. Dec 23rd, 2024

DAHOD-દાહોદ જિલ્લામાં તાલુકા દીઠ એક પ્રાથમિક શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવાશે- જિલ્લા વિકાસ અધિકારી

24/08/2021 દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું હતું કે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા ગુજરાત સ્ટેટ ક્વોલિટી એક્રેટિડેશન કાઉન્સીલના નિર્ધારિત માપદંડો મુજબ દાહોદ જિલ્લામાં તાલુકા દીઠ એક સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે.


સ્ટેટ ક્વોલિટી એક્રેટિડેશન કાઉન્સીલની રચના પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. હવે તેના સ્થાને સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા શાળાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેના આધારે શાળાને ઝોનમાં વર્ગિકૃત કરવામાં આવી રહી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના એજ્યુકેશનલ આઉટપૂટ ઉપરાંત શાળામાં સહશૈક્ષણિક પ્રવૃત્તિ, ભૌતિક સુવિધા જેવી બાબતોને સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવરી લેવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પ્રથમ સો દિવસમાં ૯ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે. એક સો દિવસમાં આ શાળાઓમાં તમામ ભૌતિક સુવિધા પૂર્ણ કરવામાં આવશે. એ બાદ બીજા સો દિવસોમાં બીજી નવ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે. આમ, સો દિવસના સમયના ગાળામાં એકએક શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવતા જવાનું આયોજન છે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી મયુર પારેખ અને ગ્રામ્ય સ્તરે બીઆરસી તથા સીઆરસી દ્વારા શિક્ષકો સાથે બેઠકો યોજીને માહિતી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકો પણ તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે.

Related Post

Verified by MonsterInsights