વિશ્વમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થાય છે, લોકો વિવિધ પ્રકારના વિડીયો વાયરલ કરી રહ્યા છે. ત્યારે આવો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવામાં બે વિમાનો સામસામે ટકરાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એક વિમાન ક્રેશ થયું અને જમીન પર ઉતર્યું, જ્યારે અન્ય રનવે પર ઉતર્યું. તમને જાણીને ચોંકી ઉઠશો કે આ ઘટના 8 વર્ષ જૂની છે અને તેનો વીડિયો હવે વાયરલ થયો છે. જો કે આ દુર્ઘટનામાં નવ મુસાફરો અને બે પાયલોટમાંથી કોઈ ગંભીર રીતે ઘાયલ થયા નથી, અને તેઓ ચમત્કારિક રીતે બચી ગયા છે.
THIS SOME OF THE WILDEST SH*T EVER CAUGHT ON CAMERA 😳😳 pic.twitter.com/IpBo1VAXKD
— Theory🥴 (@Idontknowyoucuh) September 21, 2021
આ દુર્ઘટના નવેમ્બર 2013 માં લેક સુપિરિયર, વિસ્કોન્સિન નજીક થયો હતો. સ્કાયડાઈવિંગ ઈંસ્ટ્રક્ટર માઈક રોબિન્સના જણાવ્યા મુજબ, બંને વિમાનો એક સાથે ઉડાન ભરી રહ્યા હતા કારણ કે સ્કાયડ્રાઈવર ગઠનમાં કૂદવાનું હતું, પરંતુ બંને વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા, એકની અંદર આગ લાગી ગઈ હતી.
ફાયર ફાઇટર વર્ન જોન્સે જણાવ્યું હતું કે, તે સમયે મુખ્ય પાયલોટે કહ્યું હતું કે તેની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી અને તેણે કૂદતા પહેલા જોરદાર ધડાકો સાંભળ્યો હતો. વિમાન હવામાં ક્રેશ થયું, પરંતુ પાયલોટ અને અન્ય લોકો પેરાશૂટની મદદથી કૂદી પડ્યા. આઠ વર્ષ પછી ફરી એકવાર તેનો વીડિયો વાયરલ થતાં લોકો વિડીયો પર ટિપ્પણી કરી રહ્યા છે કે તેઓ માની શકતા નથી કે આટલી ઉંચાઈ પરથી કૂદકો માર્યા પછી પણ કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.