Sun. Sep 8th, 2024

DAHOD- અહો આશ્ચર્યમ.ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ ને નગરમાં ક્યાં છે ડેન્ગ્યુના કેસ તે ખબર જ નથી.અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકારને પૂછે છે બતાવો ક્યાં છે ડેન્ગ્યુના કેસ?

તારીખ 6 ઓક્ટોબર 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સ્થાનિક પત્રકાર દ્વારા ફતેપુરા નગરમાં ડેન્ગ્યુના હાહાકાર વિશે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેની જિલ્લા આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી હતી અને તારીખ 7 ઓક્ટોબર 2021 ના રોજ તાલુકા આરોગ્ય વિભાગ ની ટીમો ફતેપુરા નગરમાં સ્થાનિક પત્રકાર ના નિવાસસ્થાને આવી પહોંચી હતી અને કહેતા હતા ફતેપુરા નગરમાં ક્યાં છે ડેન્ગ્યુ ના કેસ અમને બતાવો અમારી પાસે ફતેપુરા નગરમાં ડેન્ગ્યુના કેસ ક્યાં છે તેની માહિતી નથી અમારી પાસે ફક્ત બેજ કેસોની માહિતી છે આરોગ્ય વિભાગ દ્વારા આવો પ્રશ્ન ઉઠાવતા પત્રકારે કહ્યું હતું કે શું ખરેખર આરોગ્ય વિભાગ પાસે આની માહિતી નથી ? ત્યારે આરોગ્ય વિભાગની ટીમના કર્મચારીએ કહ્યું હતું કે ખરેખર અમે તો જાણતા જ નથી અમારી પાસે ફક્ત બે કેસ ની માહિતી છે તમે અમને બીજા કેસો બતાવો એટલે અમે તેમનું સર્વે કરીએ અને ફોગીંગ અથવા ધુમાડિયું કરાવીએ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવુ જણાવવામાં આવતા સ્થાનિક પત્રકાર દ્વારા તેમના પાસે ઉપલબ્ધ માહિતી ના આધારે ગામમાં જેટલા વ્યક્તિઓના ઘરે ડેન્ગ્યુના કેસ છે અને હતા તેઓના ઘરે ઘરે જઈને તેઓના ઘરનું સર્વે કરાવ્યો અને ફોગીંગ અથવા ધુમાડીયું કરાવવામાં આવ્યું હતું અને જે વ્યક્તિના ઘરે ડેન્ગ્યુ ના કેસ હતા ફક્ત એવા ઘરોમાં ફોગીંગ કે ધુમાડિયું કરવામાં આવ્યુ.હવે સવાલ એ છે કે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ પાસે ખરેખર ડેન્ગ્યુના કેસની માહિતી નથી કે પછી આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે તે એક તપાસનો વિષય છે

Related Post

Verified by MonsterInsights