છાલોર ગ્રામ પંચાયતના સરપંચ પદના વિજેતા ઉમેદવાર પારગી તેરસીંગભાઈ ગવજીભાઈ એ ગ્રામજનોનો આભાર માન્યો.
ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તારીખ 19 ડિસેમ્બર 2021 ના રોજ યોજાઈ હતી જેમા છાલોર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે છાલોર ગામના પારગી તેરસીંગભાઈ ગવજીભાઈ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં ગ્રામજનોએ તેઓ પર વિશ્વાસ રાખીને તેઓને જંગી બહુમતીથી જીતાડ્યા હતા.જેથી છાલોર ગ્રામ પંચાયતના સરપંચ પદના વિજેતા ઉમેદવાર પારગી તેરસીંગભાઈ ગવજીભાઈ એ છાલોર ગામ ના દરેક ગ્રામજનો ભાઈઓ તથા બહેનો નો આભાર માન્ય હતો