Mon. Dec 23rd, 2024

NCB અને BSFએ સાથે મળીને ભારત-બાંગ્લાદેશના સરહદી વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે તસ્કરોની કરી ધરપકડ


ભારત-બાંગ્લાદેશ સરહદ પર, NCBએ BSF સાથે મળીને ઉત્તર દિનાજપુરમાં ભારત-બાંગ્લાદેશ સરહદેથી ત્રણ દાણચોરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ઈન્જેક્શન અને સિરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમની દાણચોરી બાંગ્લાદેશમાં કરવામાં આવી રહી હતી. બ્યુરો ઓફ નાર્કોટિક્સ કંટ્રોલના તપાસકર્તાઓએ બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.

નશીલા સીરપની 3392 બોટલ અને ઈન્જેક્શનની 1196 શીશીઓ જપ્ત કરવામાં આવી હતી. NCBએ રવિવારે સવારે BSF સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસકર્તાઓનું કહેવું છે કે, ડ્રગનું ઈન્જેક્શન ઘણું બધું હેરોઈન જેવું કામ કરે છે. પરંતુ ઓછી કિંમતને કારણે, તે દવાઓ લેનારાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણા સમયથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી હોવાના અહેવાલો હતા. જે બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સક્રિય થઈ ગયું. તે સરહદ પાર કરીને શહેરમાં આવતો હતો અને નશાખોરોની સંખ્યા વધી રહી હતી. જેને લઈને પોલીસ પ્રશાસન ચિંતાતુર બન્યું હતું.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

 

Related Post

Verified by MonsterInsights