Thu. Dec 5th, 2024

હવાઇ મુસાફરીમાં મોટી દુર્ઘટના ટળી મુંબઈથી ભુજ આવતી ફલાઇટમાં એન્જીન કવરનો ભાગ થયો ધરાશાઈ

ભુજ અને મુંબઇ વચ્ચે ઉડાન ભરતી એલાઇન્સ એરની ફ્લાઇટમાં આજે ટેકનીકલ ખામી સર્જાતા એક સમયે સૌ કોઇના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. જોકે સવારે 6 વાગ્યે મુંબઇથી 66 મુસાફરો સાથે ઉડાન ભરેલ પ્લેને ભુજમાં સફળતા પૂર્વક લેન્ડિંગ કરતા સૌ કોઇએ હાંશકારો અનુભવ્યો હતો.

જો કે ત્યાર બાદ ટેકનીકલ ખામી ધ્યાને આવતા 61 મુસાફરો સાથે પરત જવાની એજ ફ્લાઇટને ભુજ એરપોર્ટ ઓથોરીટીએ રદ્દ કરી હતી. સાથે વિવિધ એરપોર્ટ એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. મુંબઇથી ઉડાન ભરી ત્યારે કે પછી ઉડાન ભર્યા બાદ આ ધટના બની તે સદંર્ભે નિષ્ણાંતો તપાસ કરશે અને જો કોઇની બેદરકારી ધ્યાને આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.

ભુજ એરપોર્ટ ઓથોરીટીના મુખ્ય અધિકારી નવનીત ગુપ્તા એ જણાવ્યુ હતુ. કે મુંબઇથી 66 મુસાફરો સાથે આ પ્લેન એ ઉડાન ભરી હતી. અને 61 મુસાફરો એજ ફ્લાઇટમાં મુંબઇ જવાના હતા. ભુજ એરપોર્ટ પર નોર્મલ લેન્ડીંડ પછી એન્જીન કવર નિકળી ગયાનો મામલે ધ્યાને આવ્યો હતો અને ત્યાર બાદ મુંબઇની રીટર્ન ફ્લાઇટ રદ્દ કરાઇ હતી.

એરલાઇન્સ કંપની દ્રારા ટેકનીકલ ક્ષતી દુર ન થાય ત્યા સુધી પ્લેન ભુજ એરપોર્ટ પર રહેશે જો કે ઇમરજન્સી લેન્ડીંગની વાતને તેઓએ સ્વીકારી ન હતી એલાઇન્સ એરનુ ATR-72600 આ પ્લેન હતુ જો કે સુત્રોની વાત માનીએ તો સદભાગ્યે કોઇ દુર્ધટના ન સર્જાઇ પરંતુ સમગ્ર મામલે પાઇલોટના ધ્યાને આ ગંભીર ક્ષતી ક્યારે ધ્યાને આવી તે તમામ બાબતોની ઉંડાણપુર્વકની તપાસ કરાશે મુંબઇથી ઉડાન ભર્યા બાદ 8.02 મીનીટે ભુજ એરપોર્ટ પર પ્લેન એ લેડીંગ કર્યુ હતુ.

Related Post

Verified by MonsterInsights