કેનેડાના ટોરન્ટોમાં આવેલ રિચમન્ડ હિલના એક હિંદુ મંદિરમાં ગઇકાલે મહાત્મા ગાંધીની મોટી પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. જે અંગે તેની હેટ ક્રાઈમ હેઠળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યોર્ક પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિસ્તારમાં વિષ્ણુ મંદિરમાં પાંચ મીટર ઊંચી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા એમી બૌડ્રેઉએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ “બળાત્કારી” અને “ખાલિસ્તાન” સહિત “ગ્રાફિક શબ્દો” વડે પ્રતિમાને ખંડિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જોકે પોલીસ દ્વારા આ ઘટનાને “નફરત પૂર્વગ્રહ પ્રેરિત ઘટના” તરીકે જોવામાં આવી રહી છે. બૌડ્રેઉએ કહ્યું કે, “યોર્ક પ્રાદેશિક પોલીસ કોઈપણ સ્વરૂપમાં હેટ ક્રાઇમને સહન કરતી નથી, “જે લોકો જાતિ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગ, લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ અને તેના જેવા આ આધારે અન્યનો ભોગ બને છે તેઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે,” મંદિરના અધ્યક્ષ ડૉ. બુધેન્દ્ર ડુબેએ જણાવ્યું હતું કે, “આ અણગમાની લાગણીથી હું નિરાશ થયો છું.”
મહત્વનું છે કે, ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને ઓટાવામાં ભારતના હાઈ કમિશન બંનેએ ટ્વિટર પર આ ઘટના અંગે નિંદા કરી હતી.