Fri. Dec 27th, 2024

ઝાલોદ નગરમાં વસંત મસાલા પ્રા.લી ભંડારી પરિવાર દ્વારા નગર જનોને વૃક્ષો આપવામાં આવ્યાં.

તા.26-07-23

ઝાલોદ નગરમાં તા.01-08-23 નાં રોજ વસંત મસાલા ભંડારી પરિવાર દ્વારા વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સારા વાતાવરણની પણ જરૂર છે તેનાં માટે જેટલા વૃક્ષો પૃથ્વી પર હશે તેટલું વાતાવરણ સારું રહેશે પણ હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષોને કાપી નાખીને પોતાના શરીરને મળતી સારી હવાને પણ દૂર કરી નાખી છે. તેનાં માટે  જેટલા વૃક્ષો આપની આસપાસમાં રહશે તેટલું આપડા શરીર માટે સારું છે આપડા સ્વાસ્થય માટે પણ  અને ઓક્સિજન પુરુ પાડવા માટે વૃક્ષો જરૂરી છે.

આના માટે ભંડારી પરિવાર દ્વારા જીવન જરૂરિયાત માટે કામ લાગતા વૃક્ષોનું નગર જનોને વિતરણ કરવામાં આવ્યું હતું, તેમાં સારી સંખ્યામાં  પુરુષો અને મહિલાઓ હાજર રહ્યાં હતા.

Related Post

Verified by MonsterInsights