Sun. Sep 8th, 2024

DAHOD- ફતેપુરા નગરના રહેણાક વિસ્તારોમાં ફાયર સેફ્ટી વગર ધમધમી રહી છે ખાનગી હોસ્પિટલો.તંત્ર જોઈ રહ્યુ છે કોઇ મોટી દુર્ઘટના ની રાહ.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કોઈ પણ જાતની ફાયરસેફ્ટી વગર ધમધમી રહી છે ખાનગી હોસ્પિટલો. તંત્ર ઘોર નિંદ્રામાં. ફતેપુરા તાલુકા ની આજુ બાજુના તેમજ રાજસ્થાન સરહદથી મોટી સંખ્યામાં લોકો ફતેપુરા ખાતે દવા સારવાર કરાવવા માટે આવે છે ફતેપુરા નગરના રહેણાંક વિસ્તારોમાં મોટી મોટી ખાનગી હોસ્પિટલો આવેલી છે હોસ્પિટલના સંચાલકો દ્વારા હોસ્પિટલમાં કોઈ પણ જાતની ફાયરસેફ્ટી ઊભી કરવામાં આવેલી નથી તેમજ તંત્ર દ્વારા પણ કોઈપણ જાતની તપાસ કરી સંચાલકોને ફાયરસેફ્ટી લગાવવા માટે જાણ કરવામાં આવતી નથી હાલની દ્રષ્ટિએ ફતેપુરા નગરની તમામ ખાનગી હોસ્પિટલો ફાયરસેફ્ટી વગર ધમધમે છે ટૂંક સમય પહેલા ફતેપુરા નગરની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી જોકે તે સમયે સદભાગ્ય કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ ત્યાર બાદ પણ તંત્ર દ્વારા ફતેપુરા નગરની કોઈપણ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી ની ચકાસણી કરવામાં આવી નથી કે ફાયરસેફ્ટી લગાવવા માટે જાણ કરવામાં આવી નથી જો ફતેપુરા નગરના ખાનગી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી લગાવવામાં નહી આવે તો ભવિષ્યમાં આગ લાગવાની ઘટનાઓ બનશે તો આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો તેમજ દવાખાનામાં દાખલ દર્દીઓ ના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે

Related Post

Verified by MonsterInsights