Fri. Dec 27th, 2024

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસરઃ ઠેર-ઠેર ઝાડ અને અનેક એકમો થયા ધરાશાયી

અમદાવાદમાં 45 થી 60 કિલો મિટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે અતી ભારે વરસાદ પડી રહ્યો છે.અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું અમદાવાદ તરફથી આગળ વધી રહ્યુ છે ત્યારે બગોદરા હાઈવે પણ ભારે પવન સાતે વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા, બગોદરા, વિરમગામ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે..અમદાવાદ જિલ્લાના બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 80થી 90 કિમી પ્રતિ કલાક હશે. અમદવાદ શહેરની આસપાસ 50થી 70 કિમીની ઝડપે પવન ફુંકાશે. અમદાવાદમાં પશ્વિમ વિસ્તારમાં સૌથી વધારે પવન ફુંકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓછો પવન ફુંકાશે. સરખેજ, બોપલ, શીલજ, ઘૂમામાં હળવાથી ભારે પવન ફુંકાશે. સરખેજ, બોપલ, શેલામાં 40થી 60 કિમી પ્રતિ કલાકથી પવન ફુંકાઈ શકે છે.

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.

વાવાઝોડા ને લઈ એએમસી તંત્ર સજ્જ બન્યું

ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધૂકામાં ભારે વરસાદ પડી રહ્યો છે.તૌક-તે વાવાઝોડા ને લઈ એએમસી તંત્ર સજ્જ બન્યું છે. બે થી ત્રણ કલાકમાં અમદાવાદમાં આ વાવાઝોડું ટકરાશે. સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા છે. સરકારે 20 અને 23 નંબરના દરવાજા ખોલ્યા. 133 માંથી 130 ફૂટ કરવાની આપવામાં આવી સૂચના અપાઈ છે.

Related Post

Verified by MonsterInsights