Sat. Oct 26th, 2024

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસે સગર્ભાને પેટમાં લાત માર્યાના મામલે, કોર્ટના આદેશથી પોણા ત્રણ વર્ષે ગુનો નોધ્યો

અમદાવાદ:વિરાટનગર કેનાલ પાસે  શાકભાજી તથા ફળફળાદીનો વ્યવસાય કરતી મહિલાએ મફતમાં પાંચ કિલો ફ્રૂટ આપવાનો ઇન્કાર કરતાં નશામાં ધૂત પોલીસે માતા-પુત્ર અને સગર્ભાને માર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, એટલું જ નહી  પોલીસે નિર્દયતા પૂર્વક સગર્ભાને પેટમાં લાકડી તથા લાત મારી હતી, નિકોલ પોલીસે  પોતાના બચાવ માટે પોલીસ  ઉપર હુમલો અને વાહનોની તોડફોડનો ગુનો નોધ્યો હતો અને ફરિયાદ કરવા ગયેલી સગર્ભા મહિલાની સાસુને માર મારીને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટના આદેશ બાદ નિકોલ પોલીસે કોઇના નામ વગર પોલીસ સામે પોણા ત્રણ વર્ષે ગુનો નોંધ્યો છે.

માતા-પુત્રને પણ માર માર્યો નિકોલ પોલીસે  બચાવ માટે પોલીસ ઉપર હુમલો અને વાહનોની તોડફોડની ફરિયાદ નોંધી, સગર્ભાની સાસુ ફરિયાદ કરવા ગઇ તો માર મારી તેની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ ઓઢવ  અંબિકાનગર ખાતે રહેતા મુન્નીબહેન મહેશભાઇ પટણી (ઉ.વ.૨૫)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી તથા તેમના પતિ અને તેની  માતા બધા ભેગા મળી  ગત તારીખ.૧૮ જાન્યુ આરીનાના રોજ વિરાટનગર કેનાલ પાસે ફળફળાદીની લારી લઇ ઉભા હતા. આ સમયે પોલીસ વાન આવી હતી અને તેમાં બેઠેલા પોલીસ કર્મચારીએ મફતમાં પાંચ કિલો સફરજનની માંગણી કરી હતી જો કે  ફરિયાદીએ બોણી થઇ નથી જેથી એક કિલો સફરજન આપવાની વાત કરી તો દારુના નશામાં ચૂર પોલીસે મહિલા તથા તેના પતિ અને માતાને લાકડીથી માર માર્યો હતો સગર્ભા ફરિયાદીને પેટમાં લાત મારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, સગર્ભાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બીજીતરફ જે તે સમયે નિકોલ પોલીસે ૫૦ના ટોળા સામે પોલીસ ઉપર હુમલો અને પોલીસના વાહનોની તોડફોડનો ગુનો નોધીને વિસ્તારમાં લોકો ઉપર લાઠીચાર્જ કર્યો  હતો. ફરિયાદી મહિલાની સાસુ પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા ગયા તો તેમને ત્યાં પણ માર મારીને તેમની ધરપકડ કરી હતી. આ બનાવ અંગે ફરિયાદીને પરિવારજનોએ કોર્ટમાં દાદ માગતાં કોટેના આદેશથી નિકોલ પોલીસે પોલીસ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights