અમદાવાદ : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. કોરોના મહામારીના કેસો ઓછા થતા હવે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો છે. શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે.
આમદાવાદ શહેરમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના રોગોથી 17 દર્દીના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યાં છે. એક બાજુ સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુ-ચિકનગુનિયા કેસો વધી રહ્યાં છે.
ખાનગી હોસ્પિટલોમાં દરરોજ 30થી 40 દર્દીઓ સારવારમાં આવે છે. તો ચિકનગુનિયામાં પહેલીવાર ફેંફસા નબળા પડવાના કેસ પણ જોવા મળ્યા છે. અમદવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, પણ અમદાવાદ મહાનગરપાલિકા આ માનવા તૈયાર જ નથી.
અમદાવાદ શહેરમાં વકરેલા રોગચાળા વિશે અમે આમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશી પાસેથી વિવિધ વગતો મેળવી. ડો.રાકેશ જોશીના કહેવા પ્રમાણે ગત ઓગષ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 132 દર્દીઓ નોંધાયા હતા અને ચિકનગુનિયાના 37 દર્દીઓ સામે આવ્યાં હતા.
આ ચાલું સપ્ટેબર મહિનાના 6 દિવસમાં 52 દર્દીઓ ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના 17 દર્દીઓએ OPD માં સારવાર લીધી છે. અમદવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, પણ અમદાવાદ મહાનગરપાલિકા આ માનવા તૈયાર જ નથી. અમદાવાદ શહેરમાં વકરેલા રોગચાળા વિશે અમે આમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશી પાસેથી વિવિધ વગતો મેળવી.
ડો.રાકેશ જોશીના કહેવા પ્રમાણે ગત ઓગષ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 132 દર્દીઓ નોંધાયા હતા અને ચિકનગુનિયાના 37 દર્દીઓ સામે આવ્યાં હતા. આ ચાલું સપ્ટેબર મહિનાના 6 દિવસમાં 52 દર્દીઓ ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના 17 દર્દીઓએ OPD માં સારવાર લીધી છે.