તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ તેની અસરમાંથી બહાર નથી આવી શક્યું. અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ પંથકમાં આજે વાવાઝોડાની અસરના 5 દિવસ જેટલો સમય વિત્યા બાદ હજી સુધી વિજળી સહિતની સુવિધાઓ પુર્વવત થઇ નથી. જેના કારણે ત્યાંના રહેવાસીઓની હાલત કફોડી થઇ છે. અનેક સ્થળોમાં વાવાઝોડાના કારણે રહેઠાણ ગુમાવી ચુકેલા લોકો હવે માળખાગત્ત સુવિધા માટે વલખી રહ્યા છે.
પીવાના પાણીથી માંડીને, વિજળી અને મોબાઇલ નેટવર્ક માટે વલખી રહ્યા છે. જાણે આખી દુનિયાથી આ વિસ્તાર કપાઇ જ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ઘરોમાં ચુલા પર રાંધી રહ્યા છે. ગેસ નહી હોવાનાં કારણે ભોજન ચુલા પર બનાવવા મજબુર બન્યા છે. જો કે લાકડા પણ પલળેલા હોવાના કારણે ચુલામાં પણ સમસ્યા સર્જાઇ છે. જેથી સ્થાનિકો વિજળી પાણી જેવી મુળભુત સુવિધા ઉભી કરવા માટે મથી રહ્યા છે.
ભાવનગર અને અમરેલીનાં મોટા ભાગનાં ગામડાઓમાં તૌકતે વાવાઝોડાના આગલા દિવસથી જ વિજળી બંધ છે. જે હજી સુધિ આવી નથી. મોટા પ્રમાણમાં થાંભલાઓ પડી ગયા હોવાનાં કારણે હજી પણ પુરવઠ્ઠો ક્યારે પુર્વવત થાય તે અંગે કોઇ નિર્ધાર નથી. શહેરી અને રૂલર ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સહિત ખેડૂતો પણ વિજળી નહી હોવાનાં કારણે પરેશાન છે. હાલ આ જિલ્લાઓમાં તમામ પ્રકારની કામગીરી ઠપ્પ પડી રહી છે.