Fri. Oct 18th, 2024

આ તારીખથી અમદાવાદના જાહેર સ્થળો કે AMTS-BMTSમાં મુસાફરી કરવા વેક્સીન ફરજીયાત

આજે પીએમ મોદીના 71માં જન્મ દિવસ નિમિતે દેશભરમાં 2 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી. આ સાથે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભ્યાન ખુબ વેગમાં આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેર માટે કોરોના વાયરસને અટકાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં કાંકરિયા સહીત જાહેર સ્થળોએ ફરવા માટે કોરોના રસી લેવી ફરજીયાત છે. જો તમારી પાસે વેક્સિનેશન સિર્ટીફીકેટ નહિ હોય તો તમને જાહેર સ્થળો પર જવા માટે મંજૂરી નહિ મળે. આ સાથે AMTS કે BMTS માં મુસાફરી માટે પણ રસી લેવી ફરજીયાત છે.

અમદાવાદમાં આ નિયમ સોમવારને 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્યએ છે કે જાહેર સ્થળો પર અથવા જ્યાં વધુ લોકો ભેગા થાય ત્યાં વાયરસ વધુ ના ફેલાય. બધા લોકો રસી લીધેલા હશે તો કોરોના સામે લડત લડવામાં દેશને મોટી રાહત મળશે.

Related Post

Verified by MonsterInsights