Fri. Dec 27th, 2024

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, તહેવારો પૂર્ણ થયા પછી વિવિધ શહેરોમાં રોગચાળાએ માઝા મૂકી

ગુજરાત રાજ્યમાં તહેવારો પૂર્ણ થયા બાદ વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો છે. ત્યારે રાજ્યના જામનગરમાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઉલટીના કેસો વધી રહ્યા છે. શું તહેવારો પછી હોસ્પિટલોની અને રોગચાળાની સ્થિતિ? આવો જોઈએ આ વિશેષ અહેવાલ.

જામનગર શહેર કોરોનાનો કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યો છે. પરંતુ મોસમી બીમારીના કેસો છેલ્લા ત્રણ અઠવાડિયાથી વધી રહ્યા છે. જામનગરની G. G. હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઉલ્ટીના કેસો છેલ્લા ત્રણ સપ્તાહથી વધી રહ્યા છે.


દરરોજ G. G. હોસ્પિટલમાં 1500 થી 2000 લોકો ઓપીડીમાં જોવા મળે છે. G. G. હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસના દરરોજ અંદાજિત 30 દર્દીઓ તેમજ ઝાડા, ઉલટી અને ડેન્ગ્યુ અને મેલેરિયાના 2 થી 3 કેસ સાથે અંદાજિત 10 થી 15 દર્દીઓ આવે છે. ઋતુજન્ય રોગો માત્ર મોટેરા જ નહી બાળકો પર મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે.

Related Post

Verified by MonsterInsights