Sun. Sep 8th, 2024

ત્રણ તબીબોના રાજીનામા મંજૂર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોશી નિયુક્તિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પદેથી ડોક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપ્યા બાદ નવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટની જાહેરાત કરવામાં આવી છે. નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો.રાકેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે.

ડો.જે.વી.મોદીની સાથે અન્ય ત્રણ ડોક્ટરોએ પણ રાજીનામું આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે ત્રણ તબીબોના રાજીનામા મંજૂર કર્યા છે અને કહ્યું છે કે ત્રણેય તબીબોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.જે.વી.મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પદેથી રાજીનામું આપ્યું છે અને વધુ ત્રણ ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. બી.જે. મેડિકલ ડીન ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના વડા બિપિન અમીન અને એનેસ્થેસિયાના વડા શૈલેષ શાહે પણ રાજીનામું આપ્યું છે. બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહે નિવૃત્ત થવામાં માત્ર દોઢ વર્ષનો સમય હોવા છતાં રાજીનામું આપ્યું છે.


સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહે નિવૃત્ત થવામાં માત્ર એક વર્ષ બાકી હોવા છતાં રાજીનામું આપ્યું. સિવિલ હોસ્પિટલના મેડિસન યુનિટના વડા ડો.બિપીન અમીને નિવૃત્ત થવાને માત્ર 2 વર્ષ બાકી છે.

સિવિલમાંથી ત્રણ વરિષ્ઠ તબીબોએ આપેલા રાજીનામાં બાદ હડકંપ મચ્યો છે. ગાંધીનગરમાં બેઠેલા કેટલાક અધિકારીઓની હેરાનગતિને કારણે તબીબોએ રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે વરિષ્ઠ તબીબોને રાજીનામું આપવા માટે કોણે દબાણ કર્યું તે મોટો પ્રશ્ન છે.

Related Post

Verified by MonsterInsights