Fri. Dec 27th, 2024

ભચાઉના નવા ગામમાં બંધ કપનીના ગોડાઉનમાંથી ૮.૨૦ લાખનો શરાબ જપ્ત

કચ્છ : ભચાઉ પોલીસે નવાગામમાં વર્ષોથી બંધ પડેલી યુરો કોલ કંપનીના ગોડાઉનમાં વેચાણ અર્થે રખાયેલો ૮.૨૦ લાખની કિંમતનો ઈંગ્લિશ શરાબનો જથ્થો જપ્ત કરી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ બાતમીના આધારે ભચાઉ પોલીસે ગત રાત્રે નવાગામમાં યુરો કોલ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી વિવિધ ત્રણ બ્રાન્ડની વ્હિસ્કી અને બે બ્રાન્ડની બિયરના ટીન મળી ૮.૨૦ લાખનો શરાબ જપ્ત કર્યો હતો.

આ માલ નવી ભચાઉના પ્રતિપાલસિંહ જશુભા જાડેજા અને નવાગામમાં રહેતાં વેરાભાઈ ખીમાભાઈ મણકા અને તેના પુત્ર કરણે વેચાણ અર્થે ઉતાર્યો હોવાની પોલીસને બાત મળી દરોડા સમયે સ્થળ પર એકેય આરોપી હાજર મળ્યો નહોતો. ત્રણે સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights