મહેસાણા: ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી વ્યાપક પ્રમાણમાં ફેલાઇ રહી છે. ત્યારે દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનો મ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી.
તેઓ 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા હતા
ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના બાદ માનસિંગભાઇને મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારી થઇ હતી. મ્યુકરમાઇકોસિસ થતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.