Sat. Dec 21st, 2024

લો બોલો….. સુરતઓ લેવા ગયા કોરોનાની રસી અને મળ્યાં પોલીસના દંડા

ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ નિર્દોષ સુરતીજનો બની રહ્યાં છે. પાલિકાના અઠવા ઝોનમાં વેક્સીન માટે વેસુની પ્રાથમિક શાળામાં લોકો લાઈનમાં હતા ઉભા હતા પરંતુ પાલિકા કર્મચારી સાથે સેટીંગ કરીને કેટલાકને પાછલા બારણે વેક્સીન અપાતા બબાલ થઈ હતી જેમાં એક વ્યક્તિનું માથું પણ ફુટી ગયું હતું.

આ બબાલ બાદ પોલીસ આવી હતી ત્યારે તોફાન કરનારા ફરાર થઈ ગયાં હતા પરંતુ વેક્સીન માટે આવેલા લોકો પર પોલીસે લાઠી ચાર્જ કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

સુરત મ્યુનિ. તંત્ર વેક્સીન માટે સબ સલામતની વાત કરે છે પરંતુ કામગીરીમાં પોલંપોલ ચાલી રહી છે. વેક્સીન માટે લોકોની ભીડ થઈ રહી છે પરંતુ વેક્સીનનો સ્ટોક હોવા છતાં પાલિકા તંત્ર મર્યાદિત સંખ્યામાં વેક્સીન આપતી હોવાથી પાલિકાના કેટલાક કર્મચારીઓ વેક્સીનેસનની કામગીરીમાં સેટીગ કરી રહ્યાં છે.

બે દિવસના બ્રેક બાદ આજે 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશનની કામગીરી શરૂ કરી છે પરંતુ લોકો લાઈનમા ઉભા રહે છ પરંતુ પાલિકા કેટલાક લોકોને જ વેક્સીન આપી રહી હોવાથી હોબાળો થઈ રહ્યો છે. લોકોની મજબુરીનો લાભ પાલિકાના કેટલાક કર્મચારીઓ ઉઠાવી રહ્યાં છે.

આજે પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પ્રાથમિક શાળામાં લોકો વેક્સીન લેવા માટે સવારથી જ ઉભા રહી ગયાં હતા. વહેલી સવારથી જ 200થી વધુ લોકો લાઈનમાં ઉભા રહ્યાં હતા પરપંતુ કેટલાક લોકો લાગવગ કરીને પાછલા દરવાજેથી દસ દસ વ્યક્તિને એક અજાણ્યો લઈ આવતો હતો અને વેક્સીનેસન કરાવી દેતો હતો.

કલાકોથી લાઈનમાં ઉભા રહેલા લોકો એનો વિરોધ કરતાં હતા ત્યારે પાછલા દરવાજે વેક્સીન મુકાવતાં લોકો વિરોધ કરનારા પર તુટી પડયા હતા અને એક વ્યક્તિનું માથું ફોડી નાંખ્યું હતું.

અલથાણ પ્રાથમિક શાળામાં વેક્સીનેશનની કામગીરીમાં પાલિકાના કર્મચારીઓની મીલી ભગતના કારણે બબાલ થયાં બાદ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ આવીને બધા લોકોને વેક્સીનેસન કેન્દ્રથી ખસી જવા માટે સુચના આપી હતી જેમાં બબાલ કરનારો વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. પોલીસે લોકોને ભગાડવા માટે દંડાવાળી કરી હતી. વેક્સીન લેવા માટે જે લોકો આવ્યા હતા તેને પોલીસે દંડા મારી ભગાડતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

એક તરફ 200 લોકો લાઈનમાં ઉભા હોય અને પાછલા બારણે કેટલાક લોકો પાલિકા કર્મચારી સાથે સેટીંગ કરીને વેક્સીનેસન માટેની કામગીરી કરતા હોય તેનો ભોગ નિર્દોષ લોકોએ બનવું પડયું છે.

Related Post

Verified by MonsterInsights