તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક પક્ષીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અનેક પક્ષીઓ માળા વિહોણા બની ગયા છે. વાવાઝોડાના કારણે પક્ષીઓની અવદશા વચ્ચે અમરેલીમાં પક્ષીઓનું રેસ્ક્યુ અને બચાવ કામગીરી કરવામાં આવી છે.
અમરેલીના સરદાર સર્કલ પાસે સેંકડો પોપટ રહેતા હતા અને વાવાઝોડાથી અસર પામેલા આ પક્ષીઓને બોક્સમાં મુકીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અને સારવાર કરવામાં આવી હતી.