Sat. Dec 21st, 2024

વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાએ છે કે 2 દર્દીઓની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.

વ્યારા તથા સુરતનાં વિદ્યાર્થિઓની અનોખી સિદ્ધિ. બારડોલીની એસ.એન.પટેલ એન્જીનિયરિંગ કોલેજનાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિધાર્થીઓએ કોરોના મહામારીનો સામનો કરવા બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટર પર થઈ શકે તેવો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે.

કોરોના મહામારીને લઈ દેશભરમાં વેન્ટિલેટરની અછતનાં અભાવે કોરોનાનાં ગંભીર દર્દીઓ વેન્ટિલેટરનાં અભાવે દમ તોડી રહ્યાં છે જેની વચ્ચે વ્યારા અને સુરતનાં વિધાર્થીઓએ સાથે મળી આધુનિક વેન્ટિલેટરનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. જેની ખાસિયત એ છે કે, આ વેન્ટિલેટર એક સાથે બે દર્દીઓની સારવાર માટે ઉપયોગી નિવડશે.

એસ.એન.પટેલ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં અંતિમ વર્ષના વિદ્યાર્થિઓ રાણા વલય, ખૈરનાર પ્રકાશ, દેશમુખ મયુર, ગામીત જયમીત , સોનવણે હિતેશ અને ચૌધરી મિતુલે પ્રોજેક્ટ ગાઈડ ડો.ચેતનકુમાર પી પટેલનાં માર્ગદર્શન હેઠળ સાથે મળીને હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં વેન્ટિલેટરની અછત જોતાં તમામ વર્ગના લોકોને મદદરૂપ થઈ શકે તે માટે તેઓએ બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટર પર થઈ શકે તેવો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે.

પ્રોજેક્ટ અંતર્ગત વાત કરીએ તો એની વિશેષતા એ છે કે

1. આ covid-19ની પરિસ્થિતિમાં હંમેશા વેન્ટિલેટરની અછત સર્જાઈ છે અને હાલના સમયમાં વપરાતા વેન્ટિલેટર ખૂબ મોંઘા તથા તેમનું ઉત્પાદન કરવાનો સમય પણ વધુ છે તેથી અમારા પ્રોજેક્ટનો હેતુ એવું વેન્ટિલેટર બનાવવું છે કે, જે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મોટા પાયે વેન્ટિલેટરનુ ઉત્પાદન થઈ શકે.

2. હાલના સમયમાં વપરાતા વેન્ટિલેટર પર એક સમયે માત્ર એક જ વ્યક્તિની સારવાર થઈ શકે તેમ છે, પરંતુ આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાએ છે કે 2 દર્દીઓની સારવાર એક જ સમયે સરળતાપૂર્વક થઈ શકે છે.

3. આ પ્રોજક્ટમાં વેન્ટિલેટર પોર્ટબલ અને કોમ્પેક્ટ છે. જેથી વેન્ટિલેટરનું સરળતાથી સ્થાનાંતર થઈ શકે છે અને આ વિશેષતાના કારણે જ દર્દી પોતાના ઘરે પણ સારવાર લઈ શકે છે.આ વેન્ટિલેટર ગંભીર રીતે બિમાર Covid-19 દર્દીઓના જીવનને બચાવવા માટે જરૂરી વિધેયો અને જરૂરી શ્ર્વાસનો આધાર પૂરો પાડી શકે છે.

વિદ્યાર્થીઓએ આ પ્રોટોટાઇપને પ્રોડકટમાં રૂપાંતર કરવા હેતું તથા પ્રોજેક્ટને પેટન્ટ કરાવવા માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં ગ્રાન્ટ માટે અરજી કરેલ છે. ગ્રાન્ટની ફાળવણી મળતા તેઓ એક્સપર્ટના માર્ગદર્શન લઈ પ્રોટોટાઇપને પ્રોડક્ટમાં રૂપાંતર કરશે.

આ પ્રોટોટાઈપનું પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં સફળતા મળે તો એને ભવિષ્યમાં બે કરતા વધારે દર્દીઓનું સારવાર એક જ સમયે થઈ શકે તેમ છે તેમજ આ પ્રોટોટાઇપનું પ્રોડક્ટમાં કન્વર્ટ કરતા ખુબ ઓછો ખર્ચ થાય એમ છે, તથા જ્યારે ડીવાઈસ મોટા પાયે ઉત્પાદનમાં જાય ત્યારે કિંમત પણ ઓછી થઈ શકે છે.

Related Post

Verified by MonsterInsights