Sun. Sep 8th, 2024

શું આને કહેવાય (અ)સલામત ગુજરાત…..!!!!! દાહોદમાં સગીરાને 15 નારાધમોએ પીંખી નાખી, બે મહિલા સહિત 17 સામે ફરિયાદ

દાહોદમાં સામુહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવતાં સમગ્ર જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદમાં રહેતી એક સગીરા ઉપર વર્ષ 2019માં તારીખ 2 જુલાઈથી તારીખ 25 જુલાઈ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુ નગર ખેરૂનીશા મસ્જી પાસે રહેતાં 15 જેટલા યુવકોએ દુષ્કર્મ ગુર્જાયુ હતું.

આ 15 યુવકો સહિત આ ગુનામાં 2 મહિલાઓ પણ સામેલ છે. જેમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી, મુસ્કાન, બીરદોશી નિજામ રાજુભાઈ કાજીની પત્ની, નિજામ રાજુભાઈ કાજીની માતા આ બે મહિલાઓ સાથે મળી ઉપરોક્ત 15 યુવકોએ સગીરા ઉપર તેના ઘરે તેમજ શહેરમાં અલગ-અલગ સ્થળે દુષ્કર્મ કર્યુ હતું.

દુષ્કર્મ ગુજાર્યાં બાદ આ 15 ઈસમો તેમજ 2 મહિલાઓ દ્વારા સગીરાને શારિરીક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. આરોપીઓએ દુષ્કર્મ ગુજારી વીડિયો તેમજ ફોટોસ મોબાઈલ ફોનમાં ઉતાર્યાં બાદ તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ પણ સગીરાને આપી હતી. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આ આરોપીઓ આપતાં હતા.

આ સમગ્ર મામલો દાહોદની નામદાર એડીશનલ સેસન્સ કોર્ટની ફરિયાદ આવતાં દાહોદ શહેર પોલીસ મથકે ગતરોજ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ રજીસ્ટર થયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત 17 ઈસમો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સામુહિક દુષ્કર્મનો ભાગે બનેલી સગીરાને ન્યાય મળવાની આશા દેખાઈ રહી છે, ત્યારે પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Related Post

Verified by MonsterInsights