અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
અહેવાલો અનુસાર, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા કેટલીક દવાઓ લીધી હતી પરંતુ તે પછી તે ઉઠી શક્યો નહીં. હોસ્પિટલમાં પછીથી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.
આશ્ચર્યની વાત એ છે કે, સિદ્ધાર્થ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી ફિટ અભિનેતાઓમાંનો એક હતો. જો કે, 40 વર્ષની વયે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. સિદ્ધાર્થ પોતાની ફિટનેસ માટે જાગ્રત હતો. તેમનું અનુમાન છે કે, 2014 માં તેમણે મોસ્ટ ફિટ એક્ટર માટે ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો. તેમને 2015 માં વેલનેસ આઇકોન ઓફ ધ યર તરીકે સન્માન પણ આપવામાં આવ્યુ હતુ.
2021 માં સિદ્ધાર્થને ફિટ એન્ડ ફેબ્યુલસ નામનો એવોર્ડ મળ્યો. તેના કાર્યક્રમમાં સિધ્ધાર્થે કહ્યુ હતુ કે, “મારો ફિટનેસ મંત્ર એ છે કે, તમારી પાસે સારા શરીર માટે બહેતર મન અને દિમાગ હોવુ પણ જરૂરી છે”.
ટીવી ઇન્ડિયસ્ટીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન જીતી હતી. તેણે આ ઉપરાંત ખતરો કે ખિલાડીની સાતમી સીઝન પણ પોતાના નામે કરી હતી. સિરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુક્લાએ દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી.