Sun. Sep 8th, 2024

સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો, સુરતમાં ધોરણ 7થી ઉપરના વિદ્યાર્થીઓને કોરોના પાઠ ભણવામાં આવશે

કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સુરતમાં ધોરણ 7થી ઉપરના વિદ્યાર્થીઓને કોરોના પાઠ ભણવામાં આવશે. મનપા કમિશ્નરે કહ્યું તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન કોરોનાના પાઠ ભણાવશે અને કોરોના મહામારીની ભયાનકતા, સાવચેતી અને તેના ઉપાયોગો અંગે નવી પેઢીના બાળકોમાં જાગૃતિ લાવવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓના ઓનલાઈન કલાસ ચાલી રહ્યા છે જેમાં કોરોના પાઠ ભણવામાં આવશે.

ગઈકાલે રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. સોમવારે 12820 કેસ નોંધાયા હતા. ગઈકાલે ફરી 13050 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના થી કુલ મૃત્યુઆંક 7779 પર પહોંચી ગયો છે.

 

Related Post

Verified by MonsterInsights