Mon. Dec 23rd, 2024

અભિનેતા સોનુ સૂદ રૂપિયા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ છે !!!..જાણો શું છે સમગ્ર મામલો

48 વર્ષીય સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ જ તેમના ઘરે આવક વેરા વિભાગનો દરોડો પડ્યો હતો.

ટેક્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સોનુ સૂદે વિદેશી દાનદાતાઓ પાસેથી વિદેશી યોગદાન (વિનિયમન) કાયદાના ઉલ્લંઘન દ્વારા એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 2.1 કરોડ રૂપિયા પણ ભેગા કર્યા છે જે આ પ્રકારની લેવડ-દેવડને નિયંત્રિત કરે છે.

આ સાથે જ અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરોમાં તલાશી દરમિયાન કરચોરી સંબંધિત આપત્તિજનક પુરાવાઓ મળ્યા છે. અભિનેતા દ્વારા અપનાવવામાં આવેલી મુખ્ય કાર્યપ્રણાલી દ્વારા અનેક લોકો પાસે બોગસ અસુરક્ષિત ઋણ સ્વરૂપે પોતાની બેહિસાબ આવકને રૂટ કરવામાં આવી છે.

અભિનેતાના બિનનફાકારી સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશને ગત વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે 18 કરોડ કરતા વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તેમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના 17 કરોડ બિનનફાકારીના બેંક ખાતામાં વપરાયા વગર પડ્યા છે.

બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights