Mon. Dec 23rd, 2024

અમદાવાદમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને AMC કર્માચારીએ કર્યો આપઘાત

અમદાવાદમાં ફરી વ્યાજ ખોરીનો કિસ્સો સામે આવ્યો છે, વ્યાજખોરોના ત્રાસને કારણે AMCના કર્માચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરદારનગરમાં રહેતા અશોક યાદવ નામનો કોર્પોરેશનનો કર્મચારી વ્યાજખોરો ત્રાસ સહન ન કરી શકતા તેને અંતિમ પગલું ભર્યું છે.

વ્યાજખોર અશોક યાદવ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને કર્મચારીએ જીવન ટુંકાવ્યું છે. અશોક યાદવ દરિયાપુરમાં AMC ઓફિસ રોડ ખાતામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે અવાર નવાર વ્યાજખોરીના કારણે આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો જે જેમાં પઠાણી ઉઘરાણી કરાતા AMCના કર્મચારીએ મોતને વાહલું કર્યું છે. અગાઉ પણ વ્યાજખોરીને લીધે અનેક લોકોને આપઘાત કર્યા હોવાનું સામે આવી ચુક્યું છે ક્યારે હવે વ્યાજખોરો સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું ?

Related Post

Verified by MonsterInsights