ગુજરાત સરકારે આ વખતે શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને 13 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની જાહેરાત કરી છે.છેલ્લા બે વર્ષથી કોઈ તહેવાર મન ભરીને માણી શકાયો નથી. પરંતુ આ વખતે નવરાત્રીમાં ગરબાની પણ આંશિક છૂટ આપવામાં આવી અને હવે દિવાળી વેકેશન પણ લંબાવાયું છે.
શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, દિવાળી હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના કારણે છેલ્લા 2 વર્ષથી દિવાળીનું વેકેશન 13 દિવસનું હતું, જેમાં 8 દિવસનો વધારો કરીને તેને 21 દિવસનું કરવામાં આવ્યું છે.
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
— Jitu Vaghani (@jitu_vaghani) October 26, 2021
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ વખતે દિવાળી વેકેશનને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું, પરંતુ ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે.