Tue. Dec 24th, 2024

ગાંધીધામ માં 78 હજારની વિદેશી સિગારેટ નો જથ્થો ઝડપાયો

કચ્છ:ગાંધીધામના વોર્ડ-12/બી માં આવેલી દુકાનમાં બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે દરોડો પાડી મનાઇ હોવા છતાં પ્રતિબંધિત વિદેશી સિગારેટનો રૂ. 78 હજારની કિંમતનો જથ્થા સાથે વેપારીની અટક કરી હતી.


એસ. ઓ. જી. ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ગાંધીધામ ખાતે વોર્ડ નંબર-12/બી, પ્લોટ નંબર 266 માં આવેલી સાંઇ સગર હોટલ નીચે શોપ નંબર – 4માં આવેલી રાજ પાન હાઉસ નામની દુકાનમાં દરોડો પાડી મોહનભાઈ નારાણદાસ મુલચંદાણીના કબજામાંથી વિદેશી બનાવટની અલગ અલગ બ્રાંડની વિદેશી સીગારેટના રૂ. 78, 430 ની કિંમતના 753 મળી આવતાં જે વિદેશી સીગારેટ પેકેટો ઉપર કોઈપણ જાતની મેન્યુફેક્ચર તથા એક્ષપાયરીડેટનું લખાણ લખેલ ન હોઇ તેમજ તમામ પેકેટ ઉપર ભારત સરકાર દ્વારા ૨૦૦૮માં ગેઝેટમાં પ્રસિધ્ધ કરેલ જોગવાઈ અન્વયે આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણીના ચિત્ર દર્શાવેલું ન હોઇ તેમ છતાં પોતાના કબ્જાની દુકાનમાં વેંચાણ કરતાં મળી આવતાં તેમની અટક કરી મોબાઇલ સહિત કુલ રૂ. 78, 930 ના મુદ્દામાલ સાથે અટક કરી ગુનો નોંધ્યો હતો.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

Related Post

Verified by MonsterInsights